Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentકાંતારા ફિલ્મના અભિનેતા કિશોર કુમારનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ….

કાંતારા ફિલ્મના અભિનેતા કિશોર કુમારનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ….

Published by : Rana Kajal

દક્ષિણ ભારતના મશહૂર અભિનેતા કિશોરકુમારનું ટ્વીટરે એકાઉન્ટ સિલ કરી દીધું છે. કોઇ તેમના ટ્વીટર એકાઉન્ટને સર્ચ કરે ત્યારે ખાતા નિલંબિત એવો મેસેજ વાંચવા મળે છે. દક્ષિણના ફિલ્મ કલાકારો રાજકારણ જેવા જાહેર ક્ષેત્રોમાં પોતાના વિચારો પ્રગટ કરવા માટે જાણીતા છે જેમાં કિશોરકુમારનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને અભિનેતા ખેડૂતોની સમસ્યાઓને લઇને અવાજ ઉઠાવતા રહયા છે. કોઇ નિયમના ઉલ્લંઘનના કારણે ટ્વીટરે આ પગલું ભર્યુ હોવાનું માનવામાં આવે છે. નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના કારણ ધરીને ટ્વીટરે આ પગલું ભર્યુ છે.

કિશોરકુમાર અગાઉ પણ અભિનેત્રી સાઇ પલ્લવીના વિવાદાસ્પદ નિવેદનો સાથે પણ સંકળાયેલા હતા. જેમાં કાશ્મીરી પંડિતોની હત્યાને મુસલમાનોની થતી હત્યા સાથે જોડવામાં આવી હતી. સાઇ પલ્લવીના કથન અંગે ભારે વિવાદ થયો ત્યારે કિશોરકુમારે ફિલ્મી હસ્તીઓને પણ સામાજીક મુદ્વાઓ પર પોતાના વિચારો વ્યકત કરવાનો અધિકાર હોવાનો મત પ્રગટ કર્યો હતો. ગત વર્ષ સુપર હિટ કન્નડ ફિલ્મ કંટારામાં એક પોલીસ અધિકારીનો રોલ ભજવીને પ્રસિધ્ધિ મેળવી હતી.

તેમણે ધ ફેમિલી મેન અને સીઝન વન જેવી સિરિઝમાં પણ અભિનય કર્યો હતો. આ કલાકારે અંધ વિશ્વાસનો વિરોધ અને મનોરંજનના માધ્યમથી જાગૃતિ ફેલાવવાના પક્ષધર રહયા છે. સિનેમાનો ઉપયોગ અંધ વિશ્વાસ ફેલાવવા અને સામ્પ્રદાયિક લાગણીઓને ભડકાવીને ભાગલા પાડવા થાય તેનો વિરોધ પણ કરતા રહયા છે.પોતાના નિર્ભય અને બોલ્ડ વિચારો રજૂ કરીને ફિલ્મત્તર જગતમાં પણ ચર્ચામાં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security