Wednesday, June 10, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBOLLYWOODકિંગ ખાનની ફિલ્મનો રીલિઝ પહેલા જ ડંકો..

કિંગ ખાનની ફિલ્મનો રીલિઝ પહેલા જ ડંકો..

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે રીલિઝ અગાઉ જ ખાસ્સી કમાણી કરી લીધી. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ઘણા સમય પછી મોટા પડદા પર મેઇન લીડ તરીકે ફીલ્મ પઠાણથી પાછો ફરી રહ્યો છે. ત્યારે એમના ચાહકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શાહરુખ ખાન કેમિયો રોલમાં નજર આવ્યો હતો. મેઇન લીડ તરીકે કોરોના પહેલાની શાહરુખની છેલ્લી ફિલ્મ ઝીરો હતી. હવે લાંબા બ્રેક બાદ વર્ષ 2023 શાહરુખ માટે સારૂ સાબિત થશે એમ લાગી રહ્યુ છે કારણ કે આવનાર વર્ષમાં એમની ત્રણ ફિલ્મો બેક ટુ બેક આવી રહી છે જેમાં પઠાણ, જવાન અને ડંકીનો સમાવેશ થાય છે  જેમાંથી પઠાણની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે અને એમની બીજી ફિલ્મ જવાનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.

ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે લીડ રોલમાં નયનતારા જોવા મળશે. સાઉથની સ્ટાર હિરોઈન નયનતારા શાહરૂખની આ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. શાહરુખની આ ફિલ્મના OTT રાઇટ્સ અને પ્લેટફોર્મને લઈને ઘણી સ્પર્ધા જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Netflix અને Amazon Prime આ રેસમાં સૌથી આગળ છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ 250 કરોડમાં વેચાયા હતા અને હાલ એવા સમાચાર આવ્યા છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જવાનના OTT રાઇટ્સ એમેઝોન પ્રાઇમએ 100 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

જો કે આ બાબતને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. જો ફિલ્મના OTT રાઇટ્સ 100 કરોડમાં અને સેટેલાઇટ રાઇટ્સ 250 કરોડમાં વેચાયા છે તો આ ફિલ્મ હાલ રિલીઝ થયા પહેલા જ ફાયદામાં છે એમ કહી શકીએ. અને હજી આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ વેચવાના બાકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પણ રિલીઝ માટે તૈયાર છે. શાહરુખની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે અને તેમાં જ્હોન અબ્રાહમ સિવાય દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાને રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ ડંકી આવી રહી છે જેમાં તાપસી પન્નુ જોવા મળશે. રાજકુમાર હિરાણીની આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security