વડોદરા ખાતે પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું અપમાન કરવા બાદલ તેઓના વિરોધમાં વડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા છે તાજેતરમાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ભગવાન શિવજી માટે અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે તેઓની આકરી ટીકા પણ થઇ હતી. વડોદરા ખાતે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના એરપોર્ટ રોડ ઉપર તેઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં તેઓને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બેનર સનાતન સંત સમિતિ,ગુજરાત ના નામે લાગ્યા છે. મસમોટા બેનરો લગાવી આ બંને સ્વામી વડોદરામાં ન પ્રવેશે તેમ દર્શાવવામાં આવ્યું છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




