- 1359 મથકોના ઇવીએમ, વિવિપીએટ માટે ત્રિસ્તરિય સુરક્ષા પહેરો
- જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મતદારો અને ચૂંટણી ટીમને આપ્યા અભિનંદન
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે ગુરૂવારે મતદાન યોજાયા બાદ 5 ભાવિ ધારાસભ્યોનું ભાવિ શહેરની કે.જે. પોલિટકેનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં અભેદ્ય સુરક્ષા વચ્ચે સીલ કરાયું છે.
ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલી કે , જે.પોલીટેકનીકમાં 24 કલાક થ્રિ લેયર સુરક્ષા કવચ વચ્ચે 1359 મતદાન મથકોના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા છે. આગામી 8 ડિસેમ્બરે મત ગણતરી વેળા અભેદ સુરક્ષા વચ્ચે કાઉન્ટીંગ બુથ બહાર પણ મત ગણતરીનો પ્રક્ષેપણ નિહાળી શકાશે કોલેજ ખાતે 24 કલાક ત્રિ સ્તરીય કવચમાં સ્ટ્રોંગ રૂમમાં રહેલા ઈવીએમ અને વીવીપેટને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સીસીટીવી સાથે જ જિલ્લા પોલીસ , સી.આર.પી.એફ. અને પેરા મીલેટ્રી ફોર્સ સ્ટ્રોંગરૂમ ખાતે પહેરો ભરી રહી છે. સ્ટ્રોંગ રૂમમાં જવા માટે ચુંટણી અધિકારીને પણ પહેલા એન્ટ્રી નોંધણી કરાવવી પડે, એન્ટ્રી વગર તેઓ પણ દાખલ થઈ શકે તેમ નથી.કે.જે. પોલીટેકનીક ખાતે ઈનર અને આઉટર બંન્ને રીતે બંદોબસ્ત હાલ તહેનાત છે. સાથે જ સીસીટીવીથી તેની સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે. જેને ઉમેદવારો કે એજન્ટો પણ તૈયાર કરાયેલા રૂમમાંથી જોઈ શકે છે. 8 ડિસેમ્બરે અંદર ચાલતી મત ગણતરી બહાર નિહાળી શકાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ તમામ મતદારો અને મતદાન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




