Published by : Rana Kajal
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. હાલ ઓસ્ટ્રેલિયા ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમે તે પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે.
ફિન્ચે પોતાની નિવૃત્તિ અંગે એક નિવેદનમાં કહ્યું કે મને એવો અહેસાસ છે કે હું હવે 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો હતો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું હતું. વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો તે મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. અત્યાર સુધીમાં 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે.