Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસરકારે બ્રોડબેન્ડમાં મિનિમમ બે એમબીપીએસની ઝડપ આપવાનો કર્યો આદેશ…

સરકારે બ્રોડબેન્ડમાં મિનિમમ બે એમબીપીએસની ઝડપ આપવાનો કર્યો આદેશ…

Published by : Anu Shukla

  • કેન્દ્ર સરકારે ટ્રાઈની ભલામણ પછી આદેશ આપ્યો
  • ભારતમાં હવે બે એમબીપીએસથી ઓછી સ્પીડના ઈન્ટરનેટની સર્વિસ આપી શકાશે નહીં
  • સરકારના નિર્ણયથી દેશનું રેન્કિંગ સુધારશે

કેન્દ્ર સરકારે દેશમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટની મિનિમમ ઝડપ બે એમબીપીએસ રાખવાનો આદેશ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને આપ્યો છે. હવે બે એમબીપીએસથી ઓછી સ્પીડની સર્વિસ દેશમાં કંપનીઓ આપી શકશે નહીં. ટ્રાઈની ભલામણ પછી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે આ આદેશ આપ્યો છે.

બ્રોડબેન્ડ ઈન્ટરનેટની બાબતે કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે મહત્વનો આદેશ આપ્યો છે. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ બ્રોડબેન્ડ ઓછામાં ઓછી બે એમબીપીએસની ઝડપ આપવી અનિવાર્ય થશે. જો આ આદેશનું પાલન નહીં થાય તો સરકાર સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પર પગલાં ભરશે અને દંડ ફટકારશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ની ભલામણ પછી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે આ નોટિફિકેશન જારી કર્યું હતું. ભારતની મોબાઈલ ઈન્ટરનેટની ઝડપમાં સુધારો થયો છે. છેલ્લાં સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સમાં મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં ભારત ૭૯ ક્રમે હતું, આ રેન્કિંગમાં સુધારો થયો હતો. અગાઉ ભારત ૧૦૫માં નંબરે હતું. ભારતમાં ફાઈવજીની સ્પીડ પછી શહેરી વિસ્તારોમાં મીડિયા ડાઉનલોડની સ્પીડ વધીને ૧૮.૨૬ એમબીપીએસમાંથી ૨૫.૨૯ એમબીપીએસ થઈ હતી.

પરંતુ બ્રોડબેન્ડના રેન્કિંગમાં ભારતની સ્થિતિ સુધરી ન હતી. બ્રોડબેન્ડના રેન્કિંગમાં ભારતને ૮૧મું સ્થાન મળ્યું હતું, અગાઉના વર્ષે ભારત ૮૦મા ક્રમે હતું. બ્રોડબેન્ડની સર્વિસ ભારતમાં કથળી ગઈ હોવાનું ટ્રાઈના ધ્યાનમાં આવ્યું હતું. ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં આ સર્વિસ ખૂબ જ ખરાબ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી. ટ્રાઈના સૂચન પછી કેન્દ્ર સરકારે બ્રોડબેન્ડમાં મિનિમમ ઝડપ નિર્ધારિત કરી હોવાથી ભારતનો વૈશ્વિક ઈન્ડેક્સ આગામી વર્ષોમાં સુધરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!