- આપ પાર્ટી અને ભાજપ આર.એસ.એસ સાથે જોડાયેલ પાર્ટી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાત વધી રહી છે. આમ આદમી પાર્ટી આ વખતે ત્રીજી મહત્વની પાર્ટી તરીકે હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલની અવારનાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. તો 3 રાજ્યોના કોંગ્રેસ પ્રભારી ડો.અજોય કુમાર વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.અજોય કુમારે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. અજોય કુમારે કહ્યું હતું કે જે રીતે આ દેશમાં અસત્ય નો પ્રચાર ભગતસિંહ ના નામે થઈ રહ્યો છે. મનીષ સીસોદીયાને ભારત રત્નની વાત કરે છે આપ પાર્ટી. જેલ જવાનું થાય તો ભગતસિંહ સાથે સરખાવે છે. આપ પાર્ટી 420 છાપ પાર્ટી છે. આ પાર્ટી અન્ના આંદોલન સમયે ગાંધીવાદી હોવાનું કહેતી હતી. હવે તેમના કાર્યાલય માં ગાંધીજીનો ફોટો જ નથી. હવે બેશરમો આંબેડકર નો ફોટો રાખી એ પણ હટાવી દીધો છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપશન આંદોલન લોકપાલ બિલના વિરોધમાં હતો. હવે દિલ્હી અને પંજાબમાં લોકપાલની જ નિમણૂક નથી કરતા.
ડો અજોય કુમારે કેજરીવાલના વી.આઈ. પી કલચર બંધ કરવાના નિવેદન પર પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે હવે કેજરીવાલ બે કરોડની કારમાં ફરે છે. પોતાના બંગલાનું 10 કરોડના ખર્ચે રીનોવેશન અને સ્વિમિંગ પુલ બનાવ્યું છે. બે લાખની વેગન આરથી બે કરોડની કાર ખરીદી છે. તેમજ તેઓની દરેક ફ્લાઇટ માં 5 લાખ નો ખર્ચ થાય છે. દિલ્હી માં કેજરીવાલ રીક્ષામાં નથી બેસતા અને ગુજરાતમાં રીક્ષા ગમે છે. દિલ્હીમાં અમિત શાહ કરતા વધુ સિક્યુરિટી રાખે છે. કોંગ્રેસ દ્વારા પંજાબમાં ફ્લાઇટ ના ખર્ચ અંગે આરટીઆઇ કરી તો જવાબ ન મળ્યો. પંજાબ માં 80 લોકો માટે 11 લાખ નો જમવાનો ખર્ચ નેતાઓએ કર્યો. આટલો ખર્ચ તો નરેન્દ્ર મોદી પણ નથી કરતા. પંજાબમાં સરકાર બની નહીં ને 37 કરોડ જાહેરાતમાં ખર્ચ કર્યો. દિલ્હી માં સરકાર બન્યા બાદ 500 કરોડ નો જાહેરાત ખર્ચ અન્ય રાજ્ય માં કર્યો
તો મનીષ સીસોદીયા અંગે કહ્યું હતું કે કહે છે મનીષ સીસોદીયા બીલકીશ બાનું અંગે કહેવાનું ટાળી રહ્યા છે. આ પાર્ટીનો કોઈ વિચારધારા જ નથી. કોવિડમાં 205 દલીત સફાઈ કર્મીઓ મર્યા કોઈને વળતર ન આપ્યું. કેજરીવાલ આરક્ષણના વિરોધ ની સંસ્થા ક્રાંતિકારી મનુવાદી મોરચા સાથે જોડાયેલા હતા. કેજરીવાલ દિલ્હીથી ગુજરાત આવી ઢોંગ કરે છે. કેજરીવાલે પોતાના મંત્રીને સામુહિક ધર્મ પરિવર્તન મામલે હટાવ્યા. આવા કાર્યક્રમ માં જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ જઈ ચુક્યા છે
અજોય કુમારે કહ્યું હતું કે આપ પાર્ટી અને ભાજપ આર.એસ.એસ સાથે જોડાયેલ પાર્ટી છે. શિક્ષણ અંગે આપ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે દિલ્હીમાં શીલા દીક્ષિત વખતે 30 ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં હતા. આપ પાર્ટી બાદ 42 ટકા વિદ્યાર્થી સરકારી શાળા છોડી ખાનગી શાળામાં ગયા છે. પંજાબમાં આપ આવતા 2 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળા ઓ છોડી હતી. આપ પાર્ટીએ 500 મોડેલ સ્કૂલના સોગંધ ખાધા હતા. 500 ના બદલે 63 શાળાઓ જ બનાવી. 2017 માં ફક્ત 1 વ્યક્તિને સરકારી નોકરી મળી. 2019 માં 207 અને 2020 માં 223 લોકોને સરકારી નોકરી મળી. આ દેશમાં સૌથી વધુ બેરોજગારી દિલ્હીમાં છે. કોરીયા-બોરીયા જેવા દેશોમાંથી ફોટા લાવી પ્રચાર કરે છે.
અજોય કુમારે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના શીલા દીક્ષિતના સમયના ખાત મુહૂર્તના ઉદઘાટન થઈ રહ્યા છે.દિલ્હીમાં અત્યાર સુધી એક પણ નવો ફ્લાય ઓવર,રોડ કે હોસ્પિટલ નથી બન્યા.કરપશનની વાત કરીએ તો દિલ્હીમાં મંદિરો અને હોસ્પિટલ સામે શરાબની દુકાનો છે. અને બધી શરાબ ની દુકાનો પ્રાઇવેટ કરી દીધી છે.5 કરોડની નીચે કોઈ ટેન્ડર ન ભરી શકે.




