Published by : Rana Kajal
- રસ્તા પર વૃક્ષો ધરસાઈ થયા હોવાના અહેવાલ…
આજે તા 4 જૂનના રવિવારે ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સહીત સાર્વત્રિક વરસાદ વરસતા મકાનોના પતરા ઉડયા હતા તેમજ વિજ પોલને નુકશાન થયું હતું સાથે જ જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થયા હોવાના અહેવાલ સાપડી રહ્યાં છે..
ભરૂચ તાલુકાના તવરા ગામે 20 થી વધુ મકાનો ના પતરા ઉડયા હતા એટલુજ નહિ પરંતું ઝાડેશ્વર થી ઝણોર સુધીની ના ગામોમાં પણ મકાનોના પતરા ઉડયા હોવાનાં એહવાલ સાપડી રહ્યાં છે. જુના તવરા ગામના જલારામ ફળીયા પંજાબ ફળીયા નવિવસાહત સહિત ના વિસ્તારો માં ભારે નુકશાન થયું હતું સાથેજ ઠેર ઠેર આવેલ વીજપોલૉ ને પણ ભારે નુકશાન થયુ હતું




