Published by : Vanshika Gor
ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને વધુ એક સફળતા મળી છે. રામ ચરણ અને જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ આરઆરઆરને HCA એવોર્ડ્સમાં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ્સ મળ્યો છે. આ જાણકારી હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. આ પહેલા ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ‘ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો.
ઓસ્કર 2023માં ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ-નાટૂ‘ને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. ઓસ્કર 2023 12 માર્ચેના રોજ યોજાશે. હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં ફિલ્મ ‘RRR’ને બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ, બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ સ્ટન્ટ્સ અને બેસ્ટ સોંગ (નાટૂ-નાટૂ) કેટેગરીમાં પણ જીત મેળવી છે. ઓસ્કાર 2023 પહેલા આ ફિલ્મ માટે આ એક મોટી સિદ્ધિ છે.




