Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratબૂટલેગરનો પોલીસે 50 હજાર લઇ પોતાને જ છોડ્યાનો આરોપ...

બૂટલેગરનો પોલીસે 50 હજાર લઇ પોતાને જ છોડ્યાનો આરોપ…

Published by : Rana Kajal

  • બૂટલેગરનો પોલીસે 50 હજાર લઇ પોતાને જ છોડ્યાનો આરોપ
  • ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા વીડિયોની ચકાસણી શરૂ કરાઇ…

31મી ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે પકડેલા બુટલેગરને 12 બિયર સાથે ઝડપ્યા બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બુટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. બુટલેગર પાસેથી દોઢ લાખની માંગણી પોલીસે કરી હતી. અંતે 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસે બિયર પણ લઇ લીધું હોવાનો આરોપ લગાવ્યો છે.

આ અગાઉ દારૂ વેચતા અનેક વાર ઝડપાયેલા નગીન ભીખાભાઈ જાદવ નામના બુટલેગરનો વિડિયો વાઇરલ થયા બાદ ઍક ઇન્ટરવ્યૂમાં  બુટલેગરે આખી ઘટના વર્ણવી હતી અને પોલીસે રૂપિયા લીધા બાદ પણ એક્ટિવા અને મોબાઈલ જપ્ત કરી હોવાનુ જણાવતા પોલીસ બેડામાં પણ ચકચાર જાગી છે

વિડિયોમાં બુટલેગર નગીન જણાવી રહ્યો છે કે હું દંતેશ્વર તરફથી એક્ટિવાની ડેકીમાં 12 બિયર લઈને આવી રહ્યો હતો ત્યારે વાડી પોલીસ મથકની હદમાં આનંદસિંહ અને જંબા બાપુ નામના પોલીસ કર્મચારીઓએ ચેકીંગ માટે મને અટકાવ્યો હતો અને 12 બિયર સાથે મને ઝડપ્યો હતો. મેં છોડી દેવા જણાવતા મને વેહવાર કરવો પડશે એમ જણાવ્યું હતું. તેઓએ મારી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી બંને દ્વારા કરી જો માંગેલી રકમ આપશે તો એક જ બિયરનો કેસ કરી મોબાઈલ અને એક્ટિવા પણ જપ્ત નહિ કરે એમ જણાવ્યું હતું.

રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી થતાં રૂપિયા આપી દીધા બાદ પણ પોલીસે એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા હતા. સાથે મારી 11 બિયર પણ લઇ લીધી હોવાથી મને ગુસ્સો ચડતાં મે વિડિયો આ વાઇરલ કર્યો છે તેમ બુટલેગરે જણાવ્યું હતું.

એસિપી ઇ ડિવિઝન જી.ડી.પલસાણા એ જણાવ્યું હતું, બુટલેગર પાસેથી વાડી પોલીસે રૂપિયા લઈ છોડી દીધો હોવાનો વિડિયો બહાર આવ્યો છે બુટલેગરે લગાવેલા આરોપોની તપાસ થશે હાલ વિડિયોની ચકાસણી ચાલી રહી હોવાનું એ. સી. પી એ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!