- પોસ્ટ મુકવા મામલે પૂર્વ પતિ સહિત ૬ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ…
- કોર્પોરેટર રુતા કાકડીયા જેઓ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે.
સુરતમાં વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર બદનામ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકાતા પૂર્વ પતિ સહિત ૬ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવામાં આવી છે.
સુરતના વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર રુતા કાકડીયાને બદનામ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે આ પોસ્ટ પૂર્વ પતિ અને અન્ય 6 લોકો દ્વારા મૂકવામાં આવી હતી. જેને લઈને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા પામ્યો છે. રુતા કાકડીયાએ પૂર્વ પતિ કેયુર કાકડીયા સહિત 7 વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. થોડા મહિનાઓ પેહલા જ કોર્પોરેટર રુતા કાકડીયા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે.
પોસ્ટ અંગે રુતા કાકડીયાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં તેઓ વિરુદ્ધ પોસ્ટ ચાલી રહી છે.આ મામલે થોડા સમય પહેલા મેં ઉત્રાણ પોલીસ સ્ટેશન અરજી આપી હતી. પૂર્વપતિ અન્ય 6 એવા લોકો સામે પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. એ લોકો એમના ઘરના સભ્યો ઉપર આવી કોઈ પોસ્ટો કરે તો શું થાય? વિચાર્યા વગર પોસ્ટો નાખવામાં આવ્યા છે. આ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




