અંકલેશ્વરના જી.ઈ.બી. ઓફીસ પાછળ આવેલ મુક્તિધામમાં વરલી મટકાનો જુગાર રમતા બે જુગારીયાઓને એલસીબીએ કુલ ૫૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય છને વોન્ટેડ જાહેર કર્યા હતા
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદના દેસાઈ ફળિયામાં રહેતો પ્રીતેશ ઉર્ફે પીન્ટુ દીપક ઠક્કર અને તેના મળતિયા હિતેશ ભુપેન્દ્ર પટેલ સાથે અંકલેશ્વરના જી.ઈ.બી. ઓફીસ પાછળ આવેલ મુક્તિધામમાં વરલી મટકાનો જુગારધામ ચાલે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦ હજાર અને બે ફોન મળી કુલ ૫૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર પ્રીતેશ ઉર્ફે પીન્ટુ દીપક ઠક્કર અને હિતેશ ભુપેન્દ્ર પટેલને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય છ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.