બોટાદ જિલ્લામાં કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે 40થી વધુ લોકોના મોત નિપજ્યાં છે અને અનેક લોકો હજુ પણ સારવાર હેઠળ છે.આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યૂ હતું. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક યૂથ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ કરી રહેલ ૨૫ જેટલા કોંગ્રેસીઓની અટકાયત
વિરોધ કરી રહેલ યૂથ કોંગ્રેસના ૨૫ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યૂથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યૂ હતું કે ભાજપ ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે લઠ્ઠાકાંડના કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે