Home Bharuch અંકલેશ્વર ખાતે ઘરફોડ ચોરીના બે આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે ઘરફોડ ચોરીના બે આરોપીઓ ઝડપાયા

0

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો કોસમડી ગામના ખાડી ફળિયામાં ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બંને ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી બંનેની પૂછપરછ કરતા તેઓએ ૧૧ મહિના પહેલા જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે કોસમડી ગામના ખાડી ફળિયામાં રહેતા સુરેશ વેચાણ વસાવા અને જયકિશન છના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version