- ૮૮ હજારનો ભંગાર અને ગાડી મળી કુલ ૪.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
- પોલીસે એક ઈસમની ધરપકડ કરી તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે એશિયન પેઈન્ટ ચોકડીથી ફીકોમ ચોકડી તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત ઈસમને ૪.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.વી. ૬૩૯૧ લઇ એશિયન પેઈન્ટ ચોકડીથી ફીકોમ ચોકડી તરફ જવાના માર્ગ પસાર થનાર છે જેવી બાતમીના આધારે પોલીસે ફીકોમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ ૨૫૨૦ કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો .પોલીસે ૮૮ હજારથી વધુનો ભંગાર અને ૪ લાખની પીકઅપ ગાડી મળી કુલ ૪.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ જનતા નગરમાં રહેતો ચંદ્રશેખર ઉર્ફે ચંદુ માનસિંગ વર્માને શંકાસ્પદ રીતે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.