Published By : Patel Shital
- આવનાર જૂન માસમાં અને તે પહેલા પણ થશે કમોસમી વરસાદ…
- જૉ કે ચોમાસુ નબરું રહેશે તેવી પણ આગાહી…
- ખેડુતો ચિંતામાં ગરકાવ…
- વર્ષ 2023 કેવું જશે?..
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી એવી આગાહી કરી છે કે ખેડુતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે…વર્ષ 2023મા વારંવાર માવઠા પડ્યા અને હજુ પણ બંધ થવાનું નામ નથી. ત્યારે આ બધાની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે માવઠા અંગે ઘાતક આાગહી કરી છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં અંબાલાલ પટેલની આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની પુરેપુરી સંભાવના છે.
એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાંથી વાતાવરણ સુકુ રહેશે પરંતુ તા. 10થી 16 વચ્ચે ફરીથી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. તા.2 થી 8 મે વચ્ચે પણ માવઠું થવાની સંભાવના છે. મે મહિનામાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થશે અને જુન મહિનામાં ભારે પવન સાથે વરસાદ પડશે. તા 17 જૂનની આસપાસ પણ સારા વરસાદની શક્યતા છે. તા.17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. આવી આગાહી અંબાલાલે કરતાં ફફડાટ મચી ગયો છે. જૉ કે અંબાલાલ પટેલે આમ તો તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. આ વખતનું ચોમાસું નબળું રહેશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. ચાલુ વર્ષે 94 થી 95 ટકા જ વરસાદ પડવાનું અનુમાન છે એવું અંબાલાલ પટેલે વાત કરતાં ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.