Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઅજબ ગજબનું....નોર્વેનું આ નગર જયાં જીવવાની છુટ પરંતુ મરવાની મનાઇ છે....70 વર્ષથી...

અજબ ગજબનું….નોર્વેનું આ નગર જયાં જીવવાની છુટ પરંતુ મરવાની મનાઇ છે….70 વર્ષથી કોઇ મર્યુ જ નથી

એમ કહેવાય છે કે ઇટ ઇઝ એ ઇલ્લિગલ ટુ ડાઇ એવી સૂચના અપાય છે.કોઇનું મુત્યુ ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.આ વિશ્વમાં કયાં જન્મ લેવો અને કયાં મરવું એ એ કોઇના પણ હાથમાં નથી.પરંતુ નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્વની વચ્ચે આવેલું લોંગયરબ્યેન નામનુ નગર દુનિયાનું ઍક એવું સ્થળ છે જયાં માણસના મુત્યુ થવા પર પ્રતિબંધ છે. આથી આશરે ૨૦૦૦ પરીવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કોઇનું મુત્યુ ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કોઇને એમ લાગે કે પોતાનું મુત્યુ નજીક છે તો એ વાતને ગંભીરતાપૂર્વક લઇને વિસ્તાર છોડવાનું કહેવામાં આવે છે. ઇમરજન્સી કેસ હોય કે કોઇ ડચકાં ખાતું ધ્યાનમાં આવે કે તરત જ વિમાનમાર્ગે નગરની બહાર લઇ જવામાં આવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે નગરના સ્થાનિક પ્રશાસન દ્વારા ઇટ ઇઝ એ ઇલ્લિગલ ટુ ડાઇના કાયદાની સૂચના પણ આપવામાં આવે છે.

આવું કેમ…તેનું કારણ એ છે કે લોંગયરબ્યેનમાં બારેમાસ લોહી થીજાવી દે તેવી ઠંડી પડે છે. જમીનમાં ૧૦ થી માંડીને ૪૦ મીટર સુધી બરફ નો થર પથરાયેલો છે.આથી શબની અંતિમક્રિયા કરવામાં આવે તો પણ ડેડ બોડી દાયકાઓ સુધી ઓગળ્યા કે સડયા વગર એમ ને એમ જ પડી રહે છે. વર્ષો પહેલા એક પડી રહેલા ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે ઇસ ૧૯૧૭માં દફનાવાયેલું શબ એ જ અવસ્થામાં સચવાયેલું હતું. દાયકાઓ પહેલા ઇન્ફલુએન્ઝાની બીમારીના લીધે જે માણસનું અવસાન થયેલુ તે રોગના વાઇરસ પણ જૈસે થે સ્થિતિમાં હતા.આથી આ વિસ્તારમાં ડેડબોડીના કારણે બીમારી ફેલાઇ શકે છે એવું માનીને દફનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથેજ  આ નગરમાં સંશોધકોએ ભૂતકાળમાં કેટલા ડેડબોડી દફનાવેલા તે  શોધવા માટે પણ પ્રયત્નશીલ છે. સ્થાનિક પ્રશાસનને એમ લાગ્યું કે માણસ મરે તો તેને દફનાવવો પડે ને આથી મુત્યુ પામવા પર જ કાયદો લાદવામાં આવ્યો છે.જે હંમેશા દુનિયામાં ચર્ચાનો વિષય રહયો છે. સ્પીટસ બર્જન આઇલેન્ડ પર આવેલા આ સ્થળે  ઇસ ૧૯૦૬માં જોન લોંગઇયરે કોલ કંપની સ્થાપી હતી. આથી તેના નામ પરથી જ આ નગરનું નામ લોંગયરબ્યેન  પડયું છે.આ વિસ્તારમાં ૩ હજારથી વધુ હિંસક પોલાર બીયર જોવા મળે છે. અહીંયા સંશોધકો, વિજ્ઞાનિકો અને સાહસિક ટુરીસ્ટો આવવાનું વધારે પસંદ કરે છે.એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્નો સ્કુટર વપરાય છે.વર્ષમાં ચાર મહિના સુધી સૂરજ ઉગતો ન હોવાથી રાત્રીનો અનુભવ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!