Published By:-Bhavika Sasiya
સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના માથાભારે ઈસમો દ્વારા, અનુસૂચિત જાતિના ખેતરમાં કામ કરતાં પરિવાર પર હીંચકારો હુમલો કરી, બે વ્યક્તિઓને રહેશી નાખી ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડવામાં આવેલ હોવાથી, જંબુસર અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ તથા બેનોએ ઉપસ્થિત રહી. સરકાર પાસે પીડિત પરિવારને ન્યાય મળે અને સમાજમાં વારંવાર બનતી અત્યાચારની ઘટનાઓ અટકે એ બાબતે ન્યાયની માંગણી માટે જંબુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આવેદન પત્રમાં ખાસ બબાત એ જણાવવામાં આવી છે કે, ખેતરની મિલ્કત બાબતે તકરાર ચાલતી હોવાથી ખેતરમાં જતા પહેલા પીડિત પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ રક્ષણ માંગ્યું હતું. પોલીસ રક્ષણ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાથી કાવતરું રચી આ હુમલો કરવામાં આવ્યો હોય એવું ભાસી થઇ રહ્યું છે.
અનુસૂચિત જાતિ આગેવાનો દ્વારા સરકાર સમક્ષ પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે,અને હત્યાં થયેલ પરિવારજનોને આર્થિક સહાય અને રક્ષણ મળે તેમજ આરોપીઓને કડકમાં કડક દાખલારૂપ સજા મળે તેવી, પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓને કાંઈક શીખ મળે એ બાબતે વિનંતી કરવામાં આવી છે.