Published by : Rana Kajal
પાલનપુરમાં એક યુવતી દ્વારા મામાનું ઘર નામની હોસ્ટેલ ચલાવવામાં આવે છે. અહીં ગરીબ ઘરની દીકરીઓને મફત રહેવા ,જમવા અને GPSCના કલાસ સહિત સરકારી ભરતીની તાલીમ અને કોચિંગ આપવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસડા ગામમાં રહેતા પ્રિયંકાબેન મહેશભાઈ ચૌહાણની ઉંમર માત્ર 26 વર્ષ છે. એમએ પરીખ ફાઇન આર્ડ પાલનપુર કોલેજમાંથી ચિત્ર વિષયની ડીગ્રી મેળવી છે.પ્રિયંકાબેન ચૌહાણને ડિઝાઇનર બનવાનું સ્વપ્નું હતું.પરંતુ પૈસાની સગવડ ન હોવાના કારણે સ્વપ્નું પુણ ન થયું. બાદ પ્રિયંકાબેન ચૌહાણ અને તેના પિતા મહેશભાઈ ચૌહાણ સાથે મળીને કોઈ દીકરી પૈસા વગર શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અનેક કર્યો કર્યા. પ્રિયંકાબેન ચૌહાણ ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, ત્યારથી આરોગ્ય, શિક્ષણ અને રોજગાર અપાવાનું કાર્ય કરતી હતી.
તેને ઝૂંપડપટ્ટીમાં રહેતા 35 બાળકોને દત્તક લીધા હતા અને તેને કેળવણી આપવાનું કાર્ય કર્યું હતું. તેમજ 250 થી વધુ મહિલાઓને રોજગારી અપાવી છે.તેમજ સીવણ અને બ્યુટીપાર્લમાં 250 થી 300 મહિલાઓને સ્વખર્ચે તાલીમ આપી છે.તેમજ ગામડે ગામડે આરોગ્યના સેમિનાર કર્યા છે. જેમાં પાલનપુરમાં સંકટ સમયની સાંકળ બનીને મામાનું ઘર શરૂ કર્યું છે.જેને નામ આપ્યું “મામાનું ઘર.