Published by : Rana Kajal
અમદાવાદના જુહાપુરામાં 5 ડિસેમ્બરે મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો છે. જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર ઊભા હતા. તે સમયે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જો કે મળતી માહિતી પ્રમાણે કુખ્યાત નજીર વોરા અને તેમના પુત્ર સહિતના લોકો દ્વારા પણ સામા પક્ષે તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. જો કે સમગ્ર મામલાની જાણ થતા જ ક્રાઇમ બ્રાંચ સહિતના પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
સમગ્ર ઘટનાને લઇને મોડી રાત્રે જ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બંને પક્ષોએ સામ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુખ્યાત નઝીર વોરા, તેના પુત્ર તથા મોઇન સામે સામે ફરિયાદ નોંધી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.