Published by : Rana Kajal
- ખાસ થીમ પર બનાવેલા ભગવાનના નવા રથનું 80% કામ પૂર્ણ થઈ ગયું….
અમદાવાદમાં 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભગવાનના નવા રથનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ વિવિધ આકર્ષક થીમ આધારિત રથ તૈયાર કરવામા આવી રહ્યા છે. હાલમાં ભગવાનના ત્રણેય રથનું માત્ર કલર કામ બાકી રહ્યુ છે જેના માટે કામ ચાલી રહ્યુ છે. અત્રે નોંધવુ રહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 10 કલાક કામ કરીને રથ તૈયાર કરાયા છે. પવિત્ર પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથ બનાવવામાં આવ્યા છે. ભગવાનના રથ દેવી-દેવતા અને સુદર્શન ચક્રની થીમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શુભદ્રાજીના રથમાં લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ છે જ્યારે બલભદ્રજીનો રથ ચાર અશ્વની થીમ પર તૈયાર કરાયો છે.