Home Entertainment અલ્લૂ અર્જુનની પુષ્પા ટુમાં  ડબલ ધમાકો કરવા રામ ચરણ તેજાની એન્ટ્રી….

અલ્લૂ અર્જુનની પુષ્પા ટુમાં  ડબલ ધમાકો કરવા રામ ચરણ તેજાની એન્ટ્રી….

0

અલ્લૂ અર્જુનની પુષ્પા ટુ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ 12 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. આ દરમિયાનના આ ફિલ્મ સાથેના એક અપડેટ આવ્યા છે. રિપોર્ટની માનીએ તો આ ફિલ્મમાં ડબલ ધમાકો કરવા માટે વધુ એક અભિનેતાની એન્ટ્રી થઇ છે. આરઆરઆરના રામ ચરણ તેજા આ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. જ્યારે દિશાપટાણી આઇટમ સોન્ગ કરે તેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુએ આઇટમ સોન્ગ કર્યું હતું.


ફિલ્મસર્જક મૂળ ફિલ્મ પુષ્પા કરતાં પુષ્પા ટુને વધુ ઉત્તમ બનાવા માંગે છે. 450 કરોડ રૂપિયાના બજેટમાં બનનારી આ ફિલ્મમાં તે કોઇ કમી રાખવા માંગતો નથી. ફિલ્મના દિગ્દર્શક ફિલ્મને ગ્રાન્ડ લેવલ પર બનાવી રહ્યો છે. રિપોર્ટસની માનીએ તો, ફિલ્મના બીજા ભાગના શૂટિંગની તૈયારી લગભગ એક વરસથી ચાલી રહી છે અને હવે છેક શૂટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમા એમ પણ જણાવામાં આવ્યું છે કે, આ ફિલ્મના શૂટિંગની શરૂઆત બેંગકોકથી કરવામાં આવી રહી છે. તેમજ તેની આસપાસના સ્થળોમાં પણ ફિલ્મના થોડા એકશન દ્રશ્યોના સિકવન્સનું શૂટિંગ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 2021માં આવેલી ફિલ્મ પુષ્પા કોરોના મહામારી દરમિયાન રીલિઝ થઇ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે રૂપિયા 373 કરોડનો વ્યવસાય કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version