Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઆંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ...

આંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ…

Published By : Parul Patel

  • ભરૂચ બ્રાન્ચ પરથી કર્મચારી રોકડા લઈ એક્ટિવા પર અંકલેશ્વર જતા લૂંટી લેવાયો
  • ભરૂચ-અંક્લેશ્વર રોડ પર ભુતમામાની ડેરી પાસેની ઘટના
  • પલ્સર અને અન્ય બાઇક પર આવેલા લૂંટારુઓનું કારસ્તાન
  • પોલીસે નાકાબંધી, વાહન ચેકીંગ સાથે CCTV ની તપાસવાના શરૂ કર્યા…

અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ₹ 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલાં 2 જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી 45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી ચારેય તરફ નાકાબંધી કરાવડાવી લૂંટારૂઓને શોધવાની કવાયત શરૂ કરી છે.

ભરૂચ અંક્લેશ્વરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી પુન: સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. અંક્લેશ્વરની મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા 45 લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં. કર્મચારી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી ₹45 લાખ રૂપિયા લઇ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.

ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી. બીજી તરફ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTV પણ તપાસાઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!