Home Cricket આજથી થશે WPLનો પ્રારંભ…23 દિવસ ચાલશે ટુર્નામેન્ટ…મહિલાઓ માટે ફ્રી ટિકિટ…

આજથી થશે WPLનો પ્રારંભ…23 દિવસ ચાલશે ટુર્નામેન્ટ…મહિલાઓ માટે ફ્રી ટિકિટ…

0

Published by : Vanshika Gor

IPLની જેમ BCCIએ WPLનું કર્યું છે આયોજન. વિમેન્સ પ્રીમિયર લીગ આજથી શરૂ થવાનું છે.જ્યાં નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. દરમિયાન, ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. જ્યાં BCCIએ મહિલાઓ માટે ટિકિટ ફ્રી રાખી છે, ત્યાં પુરૂષો માટે પણ ખૂબ જ ઓછી કિંમતે ટિકિટ ઉપલબ્ધ થશે.

મહિલાઓ માટે મફત ટિકિટ-
BCCI મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનને ધમાકેદાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દર્શકોને સ્ટેડિયમમાં લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં મહિલાઓ માટે ટિકિટ બિલકુલ ફ્રી હશે. સાથે જ પુરૂષો પણ ખૂબ જ ઓછા ખર્ચે મેચની મજા માણી શકશે. માનવામાં આવે છે કે BCCIના આ પગલાથી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ એકઠી થશે.

મહિલા પ્રીમિયર લીગ માટે ટિકિટ કેવી રીતે બુક કરવી?
પુરૂષો માટે ટિકિટના ભાવની વાત કરીએ તો તે 100 રૂપિયા હશે. તમે તેને ઓનલાઈન પણ બુક કરી શકો છો. જો તમે ટિકિટ ખરીદવા માગતા હોવ તો તમે BookmyShow.com અથવા Paytm Insider પર જઈને ટિકિટ બુક કરી શકો છો. અહીંથી મહિલાઓ પણ સીટ બુક કરાવી શકશે.મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની તમામ મેચોનું સ્પોર્ટ્સ 18 ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version