સમગ્ર દેશમા આજથી એટલે કે તા ૨૮ જાન્યુઆરીથી સતત ચાર દિવસો સુધી રાષ્ટ્રિય કૃત બેંકો બંધ રહેશે.આ ચાર દિવસો દરમિયાન કદાચ એટીએમમા નાણાં ખૂટી જાય તેવી પણ સંભાવના જણાઈ રહી છે..
આજથી 4 દિવસ એટલે કે તા 28 થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેશે. બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર જવાના છે. 28 જાન્યુઆરીએ (આજે) મહિનાનો ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. તેનાથી લોકો પૈસાની લેવડ-દેવડ કરી શકશે. પણ વડીલો કે મજૂર વર્ગને ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા આવડતું નથી એટલે એમને આ ચાર દિવસ વધારે તકલીફ પડશે. એમ્ જણાઈ રહ્યું છે આ હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જણાવ્યુ હતુ કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 30-31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી બેંક કર્મચારીઓની આ હડતાળમાં દેશભરમાંથી તમામ બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે.આ હડતાળ અંગે ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા જાણ કરવામાં આવી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ UFBU સાથે સંકળાયેલા સંગઠનો એટલે કે AIBEA, AIBOC, NCBE, AIBOA વગેરેને હડતાલની નોટિસ જારી કરી છે. બેંક કર્મચારીઓએ તેમની માંગણીઓની માગ સાથે 30 અને 31 જાન્યુઆરી 2023 ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે બેંક કર્મચારીઓની 5 માંગણીઓ છે. પ્રથમ બેંકિંગ વર્કિંગ કલ્ચરમાં સુધારો, બેંકિંગ પેન્શન અપડેટ કરો, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નાબૂદ કરો, પગારમાં સુધારો કરો અને તમામ કેડરમાં ભરતી કરો. હડતાળના દિવસોમા એટલેકે શનિવારથી મંગળવાર સુધી બેંકો કામ કરશે નહીં. જેના કારણે લોકો પૈસા ઉપાડવા માટે એટીએમમાં ધસારો કરશે. આવી સ્થિતિમાં ATMમાંથી પણ રોકડા ખાલી થઈ જવાની નોબત આવી શકે છે.