Home News Update આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ…

આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ…

0

શું તમે જાણો છો કે ડાયાબિટીસ દર્દીના રેટિનાને પણ અસર કરી શકે છે? અભ્યાસોમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ડાયાબિટીસ ધરાવતા 3 લોકોમાંથી 1 વ્યક્તિને ડાયાબિટીક રેટિનોપેથી હોય છે. યુવાનોમાં આંખોની રોશની ગુમાવવાનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. તેથી જો તમારું બાળક ડાયાબિટીસથી પીડિત છે.  તો તેની આંખોને કેવી રીતે સુરક્ષિત કરવી તે અંગે અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે.

1. નિયમિત ચેકઅપ કરાવો

ડાયાબિટીસ અને રેટિના સંબંધિત સમસ્યાઓથી બચવા માટે નિયમિતપણે તપાસ કરાવતા રહો. બાળકોની વર્ષમાં એક વખત આંખની સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ. જેથી આંખના કોઈપણ રોગને સમયસર શોધી શકાય અને તેની સારવાર કરી શકાય. તેનાથી આંખોની રોશની બચાવી શકાય છે.

2. સ્વસ્થ આદતો અને જીવનશૈલી અપનાવો

તમારા બાળકોને તંદુરસ્ત જીવનશૈલીનું મહત્વ અને જરૂરિયાત સમજાવો. આમાં સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે. જે માત્ર ડાયાબિટીસને જ કંટ્રોલ કરતું નથી, પરંતુ આંખનો તાણ પણ ઘટાડે છે અને દ્રષ્ટિ ગુમાવતા અટકાવે છે.

3. જાગૃત રહો અને બાળક સાથે વાત કરો

ડાયાબિટીસની અસરો અને તે દ્રષ્ટિને કેવી રીતે અસર કરી શકે છે તેનાથી વાકેફ રહો. આ રોગના લક્ષણોને જાણવું અને તેને નિયંત્રિત કરવાની રીતો વિશે જાણવું, ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો બાળકોને અસ્પષ્ટ દ્રષ્ટિ, ફોલ્લીઓ અથવા ફ્લૅશ દેખાય, તેમની આંખોમાં દુખાવો અનુભવાય, રંગો જોવામાં તકલીફ હોય અથવા કોઈ અચોક્કસ લક્ષણો હોય તો તેમના માતાપિતા સાથે વાત કરવી જોઈએ. તેથી તેમને ચેતવણી આપો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version