Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઆજે વિશ્વ વસ્તી દિવસ 2023...દેશની અડધી વસ્તી યુવા છે…

આજે વિશ્વ વસ્તી દિવસ 2023…દેશની અડધી વસ્તી યુવા છે…

Published By : Parul Patel

આજે વિશ્વ વસ્તી દિવસ છે, ત્યારે હાલની વિશ્વની વસ્તી જોતા વિશ્વની વસ્તી 800 કરોડને વટાવી ગઈ છે. જેમાંથી એકલા ચીન અને ભારતની વસ્તી લગભગ 285 કરોડ છે. તેમ છતાં ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે.
દેશની લગભગ અડધી વસ્તી યુવાન છે. યુવા શક્તિના કારણે ભારત વિકાસશીલ દેશોની રેસમાં સૌથી આગળ છે.

હાલમાં ભારતે એપ્રિલ મહિનામાં જ વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. UNFPAના રિપોર્ટ અનુસાર ભારત અને ચીનની વસ્તીમાં 29 લાખનો તફાવત છે. ચીનની વસ્તી 142.57 કરોડ છે, જ્યારે ભારતની વસ્તી 142.86 કરોડ છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે, યુવા હોવાનો તાજ આગામી 50 વર્ષ સુધી ભારત પાસે રહેશે.

યુએનના રિપોર્ટ અનુસાર ભારતની અડધી વસ્તીની ઉંમર 25 થી 64 વર્ષની વચ્ચે છે. આ સિવાય 40 ટકા વસ્તી એવી છે કે તેની ઉંમર 25 વર્ષથી ઓછી છે. ભારતમાં વૃદ્ધ વસ્તી હાલમાં માત્ર 7 ટકા છે, આ દૃષ્ટિકોણથી, ભારતની વસ્તીની સરેરાશ ઉંમર લગભગ 28 વર્ષ છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 70 વર્ષમાં ભારતની વસ્તીમાં લગભગ એક અબજનો વધારો થયો છે. જો કે, આ ચિંતાનો વિષય નથી, કારણ કે આંકડાઓની દૃષ્ટિએ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. એક અહેવાલ મુજબ, 1950 થી 1990 વચ્ચે, ભારતની વસ્તી 2 ટકાના દરે વધી હતી. જો હાલના દૃષ્ટિકોણથી જોઈએ તો તેમાં 0.68 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં તમામ જૂથોનો પ્રજનન દર ઘટી રહ્યો છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલ મુજબ, ભારતનો સરેરાશ પ્રજનન દર 2 (સ્ત્રી દીઠ બાળક) છે, જ્યારે 30 વર્ષ પહેલાં તે લગભગ 3.8 હતો. હાલમાં ચીનનો સરેરાશ પ્રજનન દર 1.2 અને અમેરિકાનો 1.6 છે. વસ્તીમાં સતત ઘટાડાને જોતા ચીન પોતાના લોકોને બાળકો પેદા કરવાની લાલચ આપી રહ્યું છે. આ વર્ષે માર્ચમાં ચીને એક ઠરાવ પસાર કર્યો હતો. ચીને ટેક્સમાં છૂટ, ઘર ખરીદવા પર સબસિડી, ત્રીજા બાળકના બાળકો પેદા કરવા માટે શિક્ષણમાં મદદ જેવી યોજનાઓ લાવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!