Published by : Rana Kajal
આંતકવાદી હુમલાની ધમકી આપવામા આવતી હોય તેવા કિસ્સા વધવા માંડ્યા છે હાલમા મુંબઈમાં આતંકવાદી હુમલા અંગે ધમકી આપવામા આવી છે… મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. NIAએ ધમકી અંગેની જાણકારી મુંબઈ પોલીસને આપી છે. તેથી તરતજ પોલીસ અને અન્ય એજન્સી આ અંગે તપાસ શરૂ કરી છે સૂત્રો પ્રમાણે NIAના ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેઇલ કર્યો છે જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાબિલાની હોવાનું જણાવ્યું છે અને દાવો કર્યો છે કે તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ હેઠળ આ કામ થવાનું છે. જૉકે ધમકીભર્યા ઈમેલની જાણકારી મળતાં જ મુંબઈ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. હાલ આ ધમકી અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેની જાણકારી એકઠી કરવા લાગ્યાં છે. ત્યાં જ, દેશના વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.