Published by : Rana Kajal
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. આ મહોત્સવને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે અને યાત્રાના 24 કલાકની મર્યાદામાં લાભ મળશે. આ મહોત્સવ આવતીકાલથી પાંચ દિવસી સુધી ચાલશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ દરરોજ સાંજ 7 વાગ્યે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.