- રેટિંગ એજન્સી કેર એજનો રિપોર્ટ…આર્થિક અને સામાજિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર પહેલું, ગુજરાત બીજું
રેટિંગ એજન્સી કેર એજ દ્વારા આર્થિક, સામાજિક અને વહીવટ જેવાં જુદાજુદા માપદંડો દ્વારા રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં હાલમા મહારાષ્ટ્ર દેશમા પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે આવેલ છે…
રેટિંગ એજન્સી કેર એજએ આર્થિક, સામાજિક અને વહીવટ જેવા માપદંડોના આધારે દેશના રાજ્યોની રેટિંગ યાદી બહાર પાડી છે. આ યાદીમાં મહારાષ્ટ્રને દેશના શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને તમિલનાડુ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં છે.
જ્યારે ઉત્તર પ્રદેશ વહીવટની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે છે. યુપી કરતાં માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણા આગળ છે. રેટિંગ એજન્સી કેર એજનાં મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિન્હાએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકારના શાસનમાં ઉત્તર પ્રદેશમાં વ્યાપાર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બન્યું છે.વધુમા રજની સિન્હાએ કહ્યું કે મહારાષ્ટ્રે આર્થિક સમાવેશ અને રાજકોષીય પ્રબંધન જેવા ક્ષેત્રોંમાં સારું કામ કર્યું છે, જેના કારણે તેને આ રેટિંગમાં ટોચનું સ્થાન મળ્યું છે. ગુજરાત આર્થિક અને રાજકોષીય બાબતોમાં સારો દેખાવ કરીને બીજો સ્થાન મેળવ્યું છે. ફિસ્કલ મેનેજમેન્ટ અને ઋણ મેનેજમેન્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બીજા અને ત્રીજા સ્થાને છે.