Published by : Anu Shukla
- પતંગોત્સવ 14 જાન્યુઆરી અને દાન પુણ્ય 15 જાન્યુઆરીએ કરાશે.
જાન્યુઆરીમાં સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર મકર સંક્રાંતિ હોય છે. આ તહેવારથી વસંતઋતુનું આગમન થાય છે. મકર સંક્રાંતિનો આ તહેવાર ચંદ્ર ચક્ર નહીં પરંતુ સૂર્ય ચક્ર ઉપર આધારિત છે. આ દિવસે સૂર્ય ગ્રહ એક મહિના માટે શનિના ઘર એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વખતે મકર સંક્રાંતિનું પર્વ 2023 ખૂબ જ ખાસ રહેશે. કેમ કે આ સમયગાળા દરમિયાન 30 વર્ષ પછી શનિ અને સૂર્ય બંને ગ્રહ મકર રાશિમાં હાજર રહેશે. ગ્રહોના આ યોગની અસર આપણાં જીવન ઉપર પડશે. બે વિપરીત ગ્રહોનું એક જ રાશિમાં હાજર રહેવું, સૌથી મોટી ઘટનાઓમાંથી એક છે. કેમ કે, આ ગ્રહ એકસાથે ખૂબ જ જોવા મળે છે, પરંતુ જ્યારે આવી સ્થિતિ બને છે ત્યારે થોડી અસામાન્ય ઘટનાઓ થવાની શક્યતાઓ રહે છે. કેમ કે સૂર્ય અને શનિ વચ્ચે દુશ્મનીનો ભાવ રહેલો છે.
મકર સંક્રાંતિનું મહત્ત્વ
મકર સંક્રાંતિનું મહત્ત્વ સૂર્ય અને અન્ય પ્રાકૃતિક સંસાધન પ્રત્યે સમર્પણના ભાવ સાથે જોડાયેલું છે. આ તહેવાર બધી પ્રાકૃતિક ઘટનાઓ માટે ધન્યવાદ અને પ્રાર્થના કરવાનો સમય છે જે આપણાં જીવનમાં જરૂરી છે. લોકો તેમને મળેલી બધી જ સફળતા અને સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યની પૂજા અને ધન્યવાદ કરે છે. આ પ્રકારે સૂર્યની કૃપાથી માનવી સામે આવતા બધા જ વિઘ્ન દૂર થાય છે અને તેઓ કરિયરમાં આગળ વધે છે.
મકર સંક્રાંતિ 2023 તિથિ અને પુણ્યકાળ
મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે આ તહેવાર ઊજવાય છે, એટલે જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શનિવારે સાંજે 8.46 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી, રવિવારના દિવસે ઊજવવો શુભ રહેશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ રહેલો છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. દાન આપવા માટે પણ યોગ્ય સમય હોવો જરૂરી છે.
મકર સંક્રાંતિના શુભ અવસરે આપણે સૂર્ય પૂજા અને મહા નક્ષત્રની પૂજા કરવી જોઈએ અને સાથે જ પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. સંક્રાંતિના દિવસે લગ્ન, શરીર ઉપર તેલ લગાવવો, સંબંધ બાંધવા, વાળ કપાવવા અને નવા ઉદ્યોગ શરૂ કરવા જોઈએ નહીં. ભારતીય સંસ્કૃતિમા આ તહેવારનું ખૂબ મહત્વ છે. ખાસ કરીને આ દિવસે દાન-પુણ્ય કરવાનો મહિમા છે. આ દિવસે ગાયને ઘાસ-ચારો,ઘુઘરી,તલના લાડુ,ગોળ ખવડાવવાથી તેમજ ગરીબોને દાન આપવાથી તથા બ્રાહ્મણોને તલ, મગ, ગોળ, ચીકી, વસ્ત્ર, તાંબાનુ પાત્ર, સોનુ, ચાંદીનુ દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે શિવ પૂજા તથા પિતૃ પુણ્યનો મહિમા છે. સવારે સ્નાન કરતી વખતે પાણીમાં તલ અથવા કેસર ઉમેરવુ

શું થશે અસર
સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી પીળી વસ્તુઓના ભાવ વઘશે. દૂધ તથા તેની બનાવટ, ચાંદી પર મોંઘવારીની અસર જોવા મળશે.વનના પશુઓ પર પણ તેની અસર જોવા મળશે.