Published by : Vanshika Gor
ગુજરાતના નવા DGP તરીકે IPS વિકાસ સહાયની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા તેમને પૂર્વ DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઇન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા હતા.
ગુજરાતના DGP આશિષ ભાટીયા 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ગુજરાતના ઇન્ચાર્જ DGP તરીકેનો ચાર્જ 1989 બેન્ચના IPS અધિકારી વિકાસ સહાયને સોંપવામાં આવ્યો હતો. ગુજરાતના DGP તરીકે વિકાસ સહાય ઉપરાંત અતુલ કરવાલ અને અજય તોમર તથા સંજય શ્રિવાસ્તવના નામની ચર્ચા ચાલી રહી હતી. જોકે ગુજરાતના નવા DGP વિકાસ સહાયને બનાવવામાં આવ્યા છે.
કોણ છે ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય
વિકાસ સહાય હાલ પોલીસ તાલીમ વિભાગના ડીજીપી તરીકે ફરજ બજાવે છે. 1989 ગુજરાત કેડરના આઇપીએ અધિકારી છે. વિકાસ સહાય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા. લોક રક્ષક પરીક્ષાનું પેપર લીક થયાનું લીડર પણે સ્વીકારી પરીક્ષા મોકૂફનો નિર્ણય લીધો હતો. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ફરિયાદમાં તપાસ અધિકારી રહી ચૂક્યા છે. 1999માં આણંદ એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્ય એસપી, 2002માં અમદાવાદ શહેર ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ ડીએપી ટ્રાફિક, એડિશનલ સીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જુલાઈ 2025માં વિકાસ સહાય નિવૃત થશે.