Published By:-Bhavika Sasiya
અંકલેશ્વર ના યુવાન ગૈરાગ ભરૂચી(મોદી) એ પેરીસ માં યોજાયેલ 1219 કિલોમીટરની સાયકલ ઇવેન્ટ માં ભાગ હતો.
અંકલેશ્વર ના સાયકલિસ્ટ એ પેરિસ સાઇકલ ઇવેન્ટ માં ભાગ લઇ મેડલ મેળવી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર નું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કર્યું હતું. ગૈરાગ ભરૂચી(મોદી) એ પેરીસ માં યોજાયેલ 1219 કિલોમીટરની સાયકલ ઇવેન્ટ માં ભાગ લીધો હતો.

અંકલેશ્વરના મોદી સમાજ ના યુવાન સાયકલિસ્ટ ગૌરાંગ ભરૂચી એ પેરીસ માં યોજાયેલ 1219 કિલોમીટરની સાયકલ ઇવેન્ટ માં ભાગ લીધો હતો. તેના નિર્ધારિત સમય અવધિ પૂર્વે 92 કલાકમાં સાઇક્લિંગ પૂર્ણ કરી મેડલ જીત્યો હતો અને પરિવાર, સમાજ તથા દેશને ગૌરવ અપાવ્યું છે.
ગૌરાંગભાઈ મુંબઈ,પુના,નાસિક, ધર્મશાળા તથા બીજા અન્ય શહેરમાં યોજાયેલ ઈવેન્ટમાં ભૂતકાળ માં ભાગ લઇ સાયકલિસ્ટ તરીકે સિદ્ધિ મેળવી અથાગ મહેનત કરી રહ્યો હતો.

પેરિસ ઇવેન્ટ માં ભાગ લેવા માટે શનિવાર અને રવિવારે 600 કિલોમીટર સાયકલ ચલાવી તૈયારી કરી હતી. પેરીસ સાયકલ ઇવેન્ટ દર ચાર વર્ષે યોજાતી હોય છે, પેરિસ ખાતે ચાલુ વર્ષે દુનિયાભર માંથી 8500 સાઇક્લિસ્ટ એ ઇવેન્ટ માં ભાગ લીધો હતો.