Home News Update Nation Update ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ પર લખીને આવશે એક્સપાયરી ડેટ, સરકારના પ્લાનથી થશે મોટો ફાયદો

ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ પર લખીને આવશે એક્સપાયરી ડેટ, સરકારના પ્લાનથી થશે મોટો ફાયદો

0

સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે ખાણીપીણીની વસ્તુઓ તેની એક્સપાયરી ડેટ (Expiry Date on Food) સાથે આવે છે. પરંતુ હવે જો તમે મોબાઈલ હેન્ડસેટ કે કંઝ્યુમર ડ્યુરેબલ્સ (ફ્રિજ-ટીવી)ની વસ્તુ ખરીદો છો, તો તેના પર એક્સપાયરી ડેટ (expiry date on Electronics & Smartphones) પણ લખવામાં આવશે. ઓટોમોબાઇલ કંપનીઓએ ટૂંક સમયમાં પ્રોડક્ટ પર પોતાની પ્રોડક્ટની એક્સપાયરી ડેટ (Compulsory Product Expiry Date) લખવી પડશે. એટલે કે આ તારીખ સુધીમાં ગ્રાહકોને તે પ્રોડક્ટ સાથે જોડાયેલા સ્પેરપાર્ટ્સ (Spare Parts) મળી શકશે.

ખરીદતી સમયે જ જાણી શકશો એક્સપાયરી

ઘણી વખત તમે બજારમાંથી મોબાઇલ, કાર, ફ્રીજ ખરીદો છો, ત્યારબાદ 2થી 3 વર્ષ પછી જો તેને નુકસાન થાય છે અને તમે તેને સર્વિસ સેન્ટર પર લઇ જાવ છો. પછી તમને ત્યાં જઇને જાણવા મળે છે કે પ્રોડક્ટને રીપેર કરી શકાતી નથી, કારણ કે કંપનીએ તે મોડેલ બનાવવાનું બંધ કરી દીધું છે. કંપની પાસે તે પ્રોડક્ટના સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ નથી અને તમારે નવી પ્રોડક્ટ ખરીદવી પડશે. ત્યારે ગ્રાહકને પણ માનસિક અને આર્થિક ઝટકો લાગે છે. તેથી સરકાર ઇચ્છે છે કે ગ્રાહકને એ ખબર પડે કે તે કેટલા સમય સુધીમાં તે પ્રોડક્ટના સ્પેરપાર્ટસ અને સર્વિસ મેળવી શકે છે.

રાઇટ ટૂ રીપેર આવશે અમલમાં

રાઇટ ટુ રિપેર હેઠળ સરકાર તેને ફરજિયાત બનાવી શકે છે. તે મોબાઇલ હેન્ડસેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને કૃષિ ઉપકરણો પર પણ લાગુ પડશે. કંપનીઓએ જણાવવું પડશે કે ઉત્પાદનોના સ્પેરપાર્ટ્સ ક્યારે ઉપલબ્ધ થશે. પ્રોડક્ટની સર્વિસ અને તેને લગતી એસેસરીઝ ક્યારે ઉપલબ્ધ થશે.

મંત્રાલય દ્વારા બનાવવામમાં આવશે વેબસાઇટ

વેબસાઇટ બેથી ત્રણ મહિનામાં શરૂ થઇ શકે છે. કંપનીઓએ જણાવવું પડશે કે, આ સેવા કેટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે. કંપનીઓએ તેમના સર્વિસ સેન્ટર વિશે માહિતી આપવી પડશે. કંપનીઓએ સેલ્ફ રિપેર માટે મેન્યુઅલ આપવા પડશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version