Published by : Rana Kajal
ઉત્તર પ્રદેશમાં 100 વર્ષીય મહિલાએ ખંડણી માંગી હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 100 વર્ષીય મહિલા ચંદ્રકલી દેવી વિરૂધ્ધ માધુરી નામની મહિલા પાસે રૂ. 10 લાખની ખંડણીની માગણી કરતાં ચંદ્રકલી દેવી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૉકે ચંદ્રકલી દેવી યોગ્ય રીતે ચાલી પણ શકતા નથી. સાથે જ ચંદ્રકલી દેવીએ હુમલો કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરીને પણ પોલીસ ફરીયાદ નોધવામાં આવી છે. ઍવી ચર્ચા ચાલી રહી છે કે દેશમા આ કદાચ સૌથી મોટી ઉંમર ધરાવતી મહીલા સામે પોલીસ ફરીયાદ નોધાઇ છે