Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ઍક એવી બેઠક છે જેની પર જીતો ઍટલે મુખ્યમંત્રી પદ લગભગ નક્કી એમ કહેવાય છે.ગુજરાતને બે મુખ્યમંત્રી આપનાર ઘાટલોડિયા બેઠકનું ગણિત સમજવા જેવું છે.
વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલે આ બેઠક પર સૌથી વધુ માર્જિનથી મેળવી જીત મેળવી હતી. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસ-રાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં ગુજરાતનો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે, આ મતવિસ્તાર પરથી ગુજરાતને બે મુખ્યમંત્રીઑ મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પણ ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી જંગ લડી રહ્યા છે. તેથી એવુ ગણિત મુકાઇ રહ્યુ છે કે તેઓ મુખ્યમંત્રી પદે નકકી જ છે.