Published by : Anu Shukla
- મોટા મોટા હથિયારોમાં નહીં, સ્પેરપાર્ટ્સ અને ગોળીઓમાં ટ્રેડ સીક્રેટ…
- 84 દેશ ભારતના ગ્રાહક..
ભારત તમામ ક્ષેત્રે વિકાસ કરી રહ્યુ છે. જેમા શસ્ત્રો પણ બાકાત રહ્યાં નથી. સરક્ષ્ણ માટે મહત્વના એવા શસ્ત્રોની ભારત ઍક સમયે આયાત કરનાર દેશ હતો. હવે નિકાસ કરનાર અગ્રેસર દેશ બની ગયો છે.
વીતેલા વર્ષ 2017 થી 2021ની વચ્ચે આંકડા જણાવે છે કે દુનિયાભરમાં થયેલી ડિફેન્સ ઈમ્પોર્ટ્સમાં ભારતની હિસ્સેદારી સૌથી વધુ 11% હતી.
ભારત ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સનું એક્સપોર્ટ કરે છે અને તે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. 2021-22માં ભારતનુ શસ્ત્રોનું એક્સપોર્ટ લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું થયું છે. જ્યારે હવે સરકારનું ઘ્યેય 2025 સુધીમાં એક્સપોર્ટ વધીને 5 બિલિયન ડોલર અટલે કે લગભગ 42 હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવાનો છે..