Published by : Rana Kajal
ઓસ્કાર એવોર્ડ બાદ હવે RRR ફિલ્મ વિશ્વ પ્રસિધ્ધ ફિલ્મ બની ગઈ છે ત્યારે ફિલ્મ RRR નુ લોંગ ફોર્મ શું છે તે જાણવું વધુ રસપ્રદ બનશે…. SS રાજામૌલીની ફિલ્મ RRR એ ઓસ્કારમાં પોતાનો ચાર્મ જાળવી રાખ્યો છે. ફિલ્મના ગીત નાટુ નાટુએ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ગીત ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યું છે. પરંતુ, રાજામૌલીએ ફિલ્મનું નામ RRR કયા આધારે રાખ્યું છે? તે અંગે વિગતે જોતાં ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મ RRRની ટીમ કપિલના શોમાં પહોંચી હતી. તે દરમિયાન આલિયા ભટ્ટ, SS રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર સહિત બધા હાજર હતા. શો દરમિયાન જ કપિલ શર્માએ રાજામૌલીને ફિલ્મના નામ વિશે પૂછતા કહ્યું હતુ કે, RRR નો અર્થ શું છે? તયારે તેણે કહ્યું કે “શરૂઆતમાં, અમને ખબર ન હતી કે, ફિલ્મના શીર્ષક તરીકે શું વાપરવું, તેથી અમે ફક્ત RRR રાખ્યું. જેનો અર્થ છે રાજામૌલી, રામચરણ અને રામારાવ. જોકે, પ્રેક્ષકોને તે ગમ્યું તેથી અમે આ ટાઈટલ તરીકે રાખી દીધુ.” .