Published by : Rana Kajal
બિહારના શિક્ષણ વિભાગની ઓફિસોમાં કર્મચારીઓને જીન્સ, ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુકાયો… સામાન્ય રીતે દેશમાં ખાસ વિભાગો સીવાય અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે પહેરવેશ પર કોઇ નિયંત્રણ મુકવામાં આવ્યા નથી પરંતું હાલમાં બિહારના શિક્ષણ વિભાગે કર્મચારીઓને ઓફિસમાં જીન્સ તથા ટી-શર્ટ જેવા કપડાં નહીં પહેરવા આદેશ આપ્યો છે અને એમ પણ જણાવ્યું છે કે આવા કપડા કામના સ્થળની સંસ્કૃતિની વિરુદ્ધ છે.શિક્ષણ વિભાગના ડાયરેક્ટર(વહીવટ)એ જાહેર કરેલા એક આદેશમાં કર્મચારીઓ ટી-શર્ટ અને જીન્સ પહેરીને ઓફિસમાં આવે તેને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. અને આદેશ કરવામાં આવ્યો છે આદેશમાં કહેવામાં આવ્યું કે, એવું જોવા મળ્યું છે કે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ એવા કપડાં પહેરીને ઓફિસમાં આવી રહ્યા છે, જે કાર્યાલયની સંસ્કૃતિની વિરુદ્ધ છે. આદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એટલા માટે તમામ અધિકારીઓ અને કર્મચારી શિક્ષણ વિભાગની ઓફિસોમાં ‘ફોર્મલ’ કપડાં પહેરીને આવે. શિક્ષણ વિભાગની ઓફિસોમાં તાત્કાલિક અસરથી કોઈ પણ ‘કેઝ્યુઅલ’ પોશાક, ખાસ કરીને ટી-શર્ટ પહેરવાની મંજૂરી રહેશે નહીં. જૉકે આ આદેશ પર બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરની કોઈ પ્રતિક્રિયા આપી નથી. અત્રે નોંધવું રહ્યું કે સારણ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટે એપ્રિલ મહિનામાં તમામ સરકારી કર્મચારીઓને સરકારી ઓફિસોમાં જીન્સ તથા ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બિહાર સરકારે 2019માં રાજ્ય સચિવાલયમાં કર્મચારીઓને જીન્સ તથા ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનો ઉદ્દેશ્ય ‘કાર્યાલયની મર્યાદા’ જાળવી રાખવાનો હોવાનું જણાવ્યુ છે. સરકારે રાજ્ય સચિવાલયના કર્મચારીઓને કાર્યાલયમાં સાદા, સુવિધાજનક અને હળવા રંગના કપડાં પહેરવા કહ્યું છે.