Published By : Patel Shital
- ગુજરાતમાં મે મહિનાના 27 દિવસોમાં 188 લોકો ચક્કર ખાઈને પડયા…
દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં મે માસમાં પણ ગરમીનો પ્રકોપ ઓછો હોય છે. પરંતું આ વર્ષે ગરમીનો પ્રકોપ ગુજરાત રાજ્યમાં પણ વધ્યો છે. જેના પરિણામે મે માસમાં ગરમીના પ્રકોપના પગલે થતી બિમારીઓના શિકાર ઘણાં લોકો બન્યા હોવાનાં એહવાલ સાંપડી રહ્યાં છે.
જેમ કે મે માસના 27 દિવસોની રાજ્યમાં ગરમીના પ્રકોપ અંગેની વિગતો જોતાં આ દિવસો દરમિયાન 108 ઇમરજન્સી સેવાને 20,023 કોલ પ્રાપ્ત થયા હતા. જેથી સરેરાશ 742 જેટલા કોલ આવ્યાં હતાં. જેનું વિશ્લેષણ જોતા 7,208 જેટલા કોલ પેટમાં દુઃખાવા અંગે આવ્યા હતાં. સાથે જ બેભાન કે ચક્કર ખાઈને પડી જવા અંગે 5069 જેટલા કોલ આવ્યા હતાં. આમ રોજ સરેરાશ 188 જેટલા લોકો ગરમીના પ્રકોપના કારણે મે માસમાં રાજયમાં પડી ગયા હતા. અત્રે નોંધવું રહ્યું કે આ વિગત માત્ર 108 ઇમરજન્સીનો ઉપયોગ કરતા લોકોની જ છે. ખાનગી તબીબો પાસે સારવાર લેતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.