Home News Update કેન્દ્રીય ગૃહ મંત્રાલય નહીં…પરંતુ હવે Z+ સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉઠાવશે અગ્રણી ઉદ્યોગપતિ...

કેન્દ્રીય ગૃહ મંત્રાલય નહીં…પરંતુ હવે Z+ સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉઠાવશે અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી…

0

Published by : Rana Kajal

વિશ્વના ટોચના ધનિકોમાં જેનો સમાવેશ થાય છે. તેવા મુકેશ અંબાણી હવે પોતે સિક્યુરિટીનો ખર્ચ ઉઠાવશે. મળતી માહીતી મુજબ આ ખર્ચ લાખો રૂપિયાનો હોય છે.સુપ્રીમ કોર્ટ દ્વારા મુકેશ અંબાણી પરિવારને આપવામાં આવી રહેલી Z+ કેટેગરીની સિક્યોરિટી પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, હવે મુકેશ અંબાણીનો પરિવાર Z+ કેટેગરીની સિક્યોરિટીનો ખર્ચો જાતે ઉઠાવશે, જ્યારે પહેલા આ ખર્ચો ગૃહ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હતો. મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારત ઉપરાંત વિદેશોમાં પણ Z+ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.તે સાથે Z+ની સુરક્ષા પર પ્રતિમાસ રૂ 40થી 45 લાખ સુધીનો ખર્ચ આવે છે જે હવે મુકેશ અંબાણીનો પરિવાર ઉઠાવશે. ઝેડ પ્લસ સિક્યોરિટી ઉપરાંત મુકેશ અંબાણી પાસે ઓછામાં ઓછાં 15-20 અંગત સિક્યોરિટી ગાર્ડ્સની પણ એક ટીમ છે. મુકેશ અંબાણીના આ સિક્યોરિટી ગાર્ડ્સને ટ્રેનિંગ ઈઝરાયલ સ્થિત એક સિક્યોરિટી ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ સિક્યોરિટી ગાર્ડ્સ માર્શલ આર્ટ્સ અને અન્ય કઠીન ટ્રેનિંગ આપવામા આવે છે.અત્રે નોંધવુ રહ્યું કે વર્ષ 2013માં હિજબુલ મુજાહિદ્દીન દ્વારા મુકેશ અંબાણીને મળેલી ધમકીના કારણે તત્કાલીન સરકાર મનમોહન સિંહ દ્વારા મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી પૂરી પાડવામાં આવી હતી. તેમજ, તેમની પત્નીને વર્ષ 2016માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા Y+ સિક્યોરિટી પ્રદાન કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version