Published by : Anu Shukla
કારમાં આગ લાગવાની અને તેના પગલે દુર્ઘટના સર્જાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કેટલીક સાવધાની રાખવાથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય છે..
તા.30 ડિસેમ્બર એટલે કે શુક્રવારે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંતનો ઉત્તરાખંડના રૂરકી જતી વખતે કાર અકસ્માત થયો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો પણ સદનસીબે તેનો જીવ બચી ગયો. અકસ્માત બાદ કારમાં આગ પણ લાગી હતી. જો કે રિષભ પંત કારની વિંડ સ્ક્રીન તોડીને બહાર આવી જતા જીવ બચી ગયો હતો.
આંકડાઓના આધારે વિશ્લેષણ કરીએ તો સરેરાશ પાંચમાંથી એક કારમાં અકસ્માત બાદ આગ લાગી જાય છે. ત્યારે સવાલ એ થાય કે અકસ્માત બાદ કારમાં આગ કેવી રીતે અને કેમ લાગે અને શું અકસ્માત વગર કારમાં આગ લાગવાની કોઈ શક્યતા ખરી, તો આની પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે.
પેટ્રોલ પાઈપ ફાટવાથી અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ…
સામાન્ય રીતે અકસ્માત બાદ કારમાં આગ લાગતી નથી. જો કાર સામસામે અથડાય તો પેટ્રોલ પાઈપ ફાટવાથી અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે કારના એન્જિનમાં આગ લાગી જાય છે.
અકસ્માત બાદ પેટ્રોલની ટાંકી લીક અને ઘર્ષણ…
જો અકસ્માત સમયે કાર અથડાયા બાદ પલટી જાય અને રોડ પર ઘસડાઈ જાય તો કારમાં આગ લાગી શકે છે. આ કિસ્સામાં, જ્યારે કાર અથડાય છે ત્યારે પેટ્રોલની ટાંકી લીક થાય છે અને જ્યારે કાર પલટી જાય છે અને રસ્તા પર ઘસડાય છે, ત્યારે ઘર્ષણથી ઉત્પન્ન થતા સ્પાર્ક્સને કારણે પેટ્રોલમાં આગ લાગી જાય છે અને મિનિટોમાં કાર બળીને રાખ થઈ જાય છે.
કારની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી હોઈ શકે છે
કાર અકસ્માત વિના પણ આગ પકડી શકે છે. કારના વાયરિંગમાં કેબલમાં તિરાડ, ઈલેક્ટ્રિક ફ્યુઝ અને પોઈન્ટ પર શોર્ટ સર્કિટ અથવા વધુ ગરમ થયા પછી બેટરી બળી જવી એ પણ મુખ્ય કારણ હોઈ શકે છે, જે પેટ્રોલમાં ભળી જતાં થોડીવારમાં વાહન બળી જાય છે.
તેથી થોડી સાવધાની રાખવાથી આવી દુર્ઘટનાઓમાથી બચી શકાય છે