- દિગ્વિજય સિંહે RSS અને મોદી પર આકરા પ્રહારો કર્યા…
આજે વડોદરામાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હવે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત ભૂમિ મસ્જિદ અને ચર્ચમાં જઈ રહ્યા છે તે ભારત જોડો યાત્રાની સફળતા છે. અને PM પર તેમણે કહ્યું કે PM જ્યારે મુસ્લિમ દેશમાં જાય છે ત્યારે ઉત્સાહથી મુસ્લિમ ટોપી પહેરે છે તો તેમને દેશમાં પહેરવામાં શું વાંધો છે?
તેમણે આરએસએસ પર આરોપ લગાવ્યો કે તે બિલકુલ રજીસ્ટર્ડ સંગઠન નથી. જુઠ્ઠ બોલવાનું RSS દ્વારા જ શીખવવામાં આવે છે. તેમાં સભ્યપદ જેવુ કંઈ નથી. જ્યારે કોઈ આતંક ફેલાવતા પકડાય છે. ત્યારે તે કહે છે કે તે અમારો સભ્ય જ નથી. આરએસએસનો કોઈ સદસ્ય આતંકવાદી પ્રવૃત્તિઑ કરતા પકડાય છે ત્યારે આરએસએસ કહે છે કે અમારો સદસ્ય નથી. કે તેની પાસે કોઈ મેમ્બરશીપ કાર્ડ જ નથી. ખરેખર આરએસએસમાં કોઈ રજીસ્ટ્રેશન જ નથી થતું. આરએસએસએ સાંપ્રદાયિક્તા ફેલાવવાનું કામ કરે છે. બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં ભાજપના કાર્યકરો હતા. જેઓને મોદીની સરકારમાં મુકત કરવામાં આવ્યા છે.