- ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંધની નહીવત અસર…
આજે તારીખ ૧૦મી સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના અનુસંધાને ભરૂચ જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના અમલ અંગે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા પ્રયાસોમાં ભરૂચથી દહેજ તરફ જવાના ધોરીમાર્ગ ઉપર ટાયરો સળગાવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે આમ કરીને ભરૂચથી દહેજનો વાહન વ્યવહાર થંભી જાય તેવા આશય સાથે કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા જો કે સાંકેતિક બંધ સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીનો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ સાંકેતિક બંધને મિશ્ર પ્રત્યાઘાત સાંપડ્યા હતા જેમાં પણ અંકલેશ્વર પંથકમાં બંધને નહીવત સફળતા પ્રાપ્ત થઇ હતી. જો કે કોંગ્રેસ દ્વારા અપાયેલ સાંકેતિક બંધના અનુસંધાને કોઈ અજૂકતી ઘટના ન બને તે માટે ભરૂચ જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.