Published by : Rana Kajal
હિન્દુ સનાતન ધર્મમાં હોળીનો પર્વ ખુબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 8 માર્ચ 2023ના રોજ રહેશે. કંઈ રાશિ ના લોકોએ કયા રંગથી હોળી રમવી શુભ સાબિત થશે તે જાણવું પણ મહત્વનું છે… જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો રંગોની પસંદગી રાશિ અનુસાર કરવામાં આવે તો કિસ્મત બદલવામાં સમય નથી લાગતો. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોએ કયા રંગનો પ્રયોગ કરવો જોઈએ. જેમકે
મેષ અને વૃશ્ચિક
આ બંને રાશિના લોકો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે લાલ અને ગુલાબી રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
મિથુન અને કન્યા
આ બંને રાશિઓનો સ્વામી બુધ છે અને બુધ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તમે નારંગી રંગથી પણ હોળી રમી શકો છો.
કુંભ અને મકર
આ બંને રાશિઓના સ્વામી શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર તમારે વાદળી રંગના ગુલાલ અથવા રંગનો ઉપયોગ કરવો જોઈએ.
સિંહ અને કર્ક
આ બંને રાશિઓનો સ્વામી ચંદ્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા લોકોએ નારંગી, લાલ અને પીળા રંગના ગુલાલ અથવા રંગોથી હોળી રમવી જોઈએ.
તુલા અને વૃષભ
આ બંને રાશિઓનો સ્વામી શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે સફેદ અને ગુલાબી રંગોથી હોળી રમવી જોઈએ. તમે સિલ્વર ગુલાલ અથવા રંગનો ઉપયોગ કરી શકો છો.
મીન અને ધન
આ બંને રાશિઓનો સ્વામી ગુરુ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે પીળો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે નારંગી રંગથી પણ હોળી રમી શકો છો.