- ૪૨ દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં હતા વેન્ટીલેટર પર
- કસરત કરતા સમયે આવ્યો હતો હાર્ટએટેક
હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું ૫૮ વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ૪૨ દિવસથી AIIMS હોસ્પિટલમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી હતી. તેઓ દિલ્હીની હોટલમાં રોકાયા હતા. તે દરમિયાન જીમમાં કસરત કરતા સમયે રાજુ શ્રીવાસ્તવ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. ૪૨ દિવસના સંઘર્ષ બાદ તેઓએ અંતે જિંદગીથી હાર માની લીધી છે. અને આજરોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.