Published by: Rana kajal
કોરોના રસીકરણમા ટારગેટ એચીવ કરવા માટે બોગસ પ્રમાણપત્રો જણાયા હતા. જેમા નામાંકિત ફિલ્મી હસ્તીઓને પણ રસી આપી હોવાના પ્રમાણ પત્રો જણાયા છે જેમકે જયા બચ્ચન… ઉંમર 23. જૂનાગઢના પીએચસી સેન્ટરથી પ્રમાણ પત્ર બનાવી દેવાયું કોરોનાનું રસીકરણ 100% કરવા ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાયાં
મોટી સંખ્યામાં કોરોના રસીકરણનાં બોગસ સર્ટિ. ઈસ્યુ થયાની આશંકા…કોરોનાની રસીનો નાશ કરાયાની પણ આશંકા, રસીના બેચ નંબર સરખા પુરાવા સામે છતાં આરોગ્ય વિભાગનો દાવો, ગુજરાતમાં આવું શક્ય નથી.જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત અન્ય ફિલ્મી હસ્તીઓના નામે પણ કોરોના રસીના પ્રમાણ પત્રો જણાયા છે. આવીજ રીતે ખ્યાતનામ ક્રિકેટરો નામે પણ રસી અપાયા હોવાના પ્રમાણ પત્રો બોગસ હોય તે સ્વાભાવિક છે. આવા બોગસ રસીકરણ કાંડની તપાસ કરવામાં આવે તો ટારગેટ પુર્ણ કરવા કેવા કેવા ખેલ ખેલાયા તેની ચોકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના જણાઈ રહી છે.