Published by : Vanshika Gor
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રાજ્યમા વધી રહી છે. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના સામેની આરોગ્ય તત્રની સજજતાની સમીક્ષા કરી હતી. યોજાયેલ બેઠકમાં મુખ્ય સચીવ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં નક્કી કરાયા મુજબ સમગ્ર રાજયમાં આવનાર તા 10અને 11એપ્રિલના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. મોકડ્રીલમાં કોરોનાં સામે સાધન સામગ્રી, ઓકસીજન પ્લાન્ટ, વેન્ટિલેટરની સુવિધા, દવાઓ અને અન્ય બાબતો અંગે ચકાસણી કરવામાં આવશે.