Home Blog ખડખડાટ : લોહીનો સંબંધ બાંધવાનું ભૂલી જાય ત્યારે મિત્ર આપીને ઈશ્વર એની...

ખડખડાટ : લોહીનો સંબંધ બાંધવાનું ભૂલી જાય ત્યારે મિત્ર આપીને ઈશ્વર એની ભૂલ સુધારી લે છે.

0

બ્લોગ : ઋષિ દવે

બ્રહ્મ સોશિયલ ફોરમનું પહેલું સોપાન લાજવાબ.

શનિવાર તા. 31 મે 2025 રાતે 9:00 કલાકે સંસ્કાર ભારતી હોલ, ભરૂચમાં ‘ખડખડાટ’ હાસ્યરસનો કાર્યક્રમ થયો. મુંબઈથી શ્રી સુભાષ ઠાકર અને વડોદરાથી શ્રી નીરવ મહેતાએ વારાફરતી હિન્દી ફિલ્મના અભિનેતાઓના આબેહૂબ અવાજમાં શ્રોતાઓનો જબરજસ્ત પ્રતિસાદ ઝીલ્યો. 

ઈશ્વરને તથાસ્તુ કહેતા ડર લાગે છે
આ માણસ ફૂલ આપીને બગીચો માંગે છે

ચિંતા અને ચિતા વચ્ચેનો સંવાદ
ચિંતા કહે તું પરણેલાને બાળે છે, હું જીવતાને બાળું છું.

– ઈચ્છામૃત્યુ નહિં ઈચ્છાઓને મૃત્યુ આપતા શીખો.
Intensive Care Unit(ICU) આજના સમયમાં ઈશ્વર કહે છે
I SEE(સી) U

વર્ગમાં શિક્ષકે પૂછ્યું બિલાડીને કેટલા પગ હોય છે ?
જે વિદ્યાર્થીનો સાચો જવાબ હતો તેને એવોર્ડ આપ્યો.
વિદ્યાર્થીએ તેના પિતાને એવોર્ડ બતાવી વધાઈ ખાધી.
પિતાએ પૂછ્યું, એ તો કહે બિલાડીને કેટલા પગ હોય છે? પ્રશ્નનો જવાબ તે શું આપ્યો?
વિદ્યાર્થી કહે, ‘પાંચ’
પિતા અકડાયા, એ પહોંચ્યા શિક્ષક પાસે.
તમે આવા ખોટા જવાબને સાચો માની એવોર્ડ આપી પ્રોત્સાહન આપો છો?
શિક્ષક કહે, ‘શાંત થાવ ત્રણ દિવસથી હું વર્ગમાં પ્રશ્ન પૂછું છું.’ બિલાડીના કેટલા પગ હોય છે, છેક આજે તમારા દીકરાએ પાંચ કીધું, બાકી તો 20, 18, 15, 12 બીજા કહેતા હતા. મને ખબર છે બિલાડીને ચાર પગ હોય એની સૌથી નજીક પાંચ આવે એટલે મેં એવોર્ડ આપ્યો.
પિતા બેભાન….

રામદેવના યોગ શિબિરમાં મારી પત્ની કહે તમારે આવવું પડશે સાથે મારી બા, તમારા સાસુને લઈ જવાના. શિબિરના પ્રવેશદ્વાર પર ચોકીદારે મને અને પત્નીને જવા દીધા, સાસુમાંને ના પાડી. મેં કહ્યું ભાઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે,  તું કેમ ના પાડે છે. ચોકીદાર કહે રામદેવબાબાએ ના પાડી છે મેં પૂછ્યું ક્યારે ના પાડી ? મને એમને મળવા દે. તો કહે એ નહિ મળે. માઈક પરથી એ જ બધાને કહે છે ‘સાંસ કો બહાર છોડો’

હિન્દી ફિલ્મ યાદગાર સદાબહાર ગીતોની ઝલક ગાઈને, નાકથી વાંસળી વગાડીને રજૂ કરી શ્રોતાઓનો જબરજસ્ત પ્રતિસાદ મેળવ્યો હતો.

  • सो साल पहले हमे तुमसे प्यार था
    आज भी है और कल भी रहेगा
  • सुबह से लेकर शाम तक,
    शाम से लेकर रात तक
  • झलक दिखलाजा…
  • जब कभी भी सुनेंगे गीत मेरे
    मेरे संग गुनगुनाओंगे
    तुम मुझे यूं भुलाना पाओगे…
  • घुंघरू की तरह बजता ही रहा हूँ
    कभी इस पग में कभी उसे पग में
    बजता ही रहा हूँ…
  • अपनी नजर में आजकल
    दिनभी अंधेरी रात हैं 
    साया भी अपने साथ था साया ही अपने साथ है
    जाने कहां गए वो दिन… 
  • देते हैं भगवान को धोखा
    इन्सा को क्या छोड़ेंगे… कसमे वादे प्यार वफा…
  • आ लोट के आजा मेरे गीत
    तुझे मेरे गीत बुलाते हैं…
  • काहे बनाए तूने माटी के पुतले
    काहे को दुनिया बनाई… वाह रे तेरे खुदाई
  • कल कोई मुझको याद करे
    मैं पल दो पल का शायर हूं… 
  • महेमाँ जो हमारा होता है
    जान से प्यार होता है
    ज्यादा कि नहीं हमको
    थोड़े में गुजारा होता है
    जिस देश में गंगा बहती है ||

મારા પુસ્તકો બેસ્ટ સેલર નથી ‘મને શબ્દો શણગારવાનો શોખ’ ‘લખાણ મારું, ગમે તો તમારું’ મુંબઈ સમાચારમાં મારી કોલમ ‘મોજની ખોજ’ અને મનોરંજનથી મનોમંથન આવે એકવાર પબ્લીશર પાસે એક બોબડો ગયો અને એણે મારા પાંચ પુસ્તક માંગ્યા. હું ડોર ટુ ડોર વેચીશ.

પબ્લીશરને નવાઈ લાગી, બીજે દિવસે આવ્યો અને કહે હવે મને 50 નંગ આપો. પબ્લીશરને નવાઈ લાગી. એણે પાસે બેસાડી પૂછ્યું ભાઈ તું કેવી રીતે વેચે છે. એ તો કહે

એ કહે very simple, બપોરે ડોરબેલ વગાડું એટલે ઘરમાં બહેન હોય તે દરવાજો ખોલે અને હું આ પુસ્તક બતાવી કહું 100 રૂપિયાનું પુસ્તક છે, ખરીદો છો કે અહીં બેસીને વાંચું. ફટાફટ નકલ ઉપડી જાય છે.

શ્રી નીરવ મહેતાએ ‘દીવાર’ ફિલ્મનો સુપ્રસિદ્ધ ડાયલોગ

आज तो बहुत खुश होगा…

દેવાધિદેવ મહાદેવની સામે અમિતાભ બચ્ચન એની માતાની જિંદગીની ભીખ માંગે છે એ એકાકિત રજૂ કરી પરેશ રાવલ, ધર્મેન્દ્ર, અમોલ પાલેકર, જગદીપ, રાજકુમાર, દિલીપકુમાર, પૃથ્વીરાજ કપૂર, શાહરુખ ખાનના સંવાદો અને કોમેડીના સઘળા પ્રકાર રજૂ કર્યા. ગુજરાતીમાં કોમેન્ટ્રી, ફિલ્મ શોલે. કિતને આદમી થે એ દ્રશ્ય ગુજરાતી કલાકારો રજુ કેવી રીતે કરે એની ઝલક આપી. બીજા કલાકારોને સો સો સલામ. દીપેનભાઈ ભટ્ટના આયોજનમાં ત્રુટી શોધવી એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવી. બધાજ સહયોગીઓને અભિનંદન.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version