Published by : Anu Shukla
10 વર્ષ કોઇ પણ અતિથિ ઉપસ્થિત ન રહ્યા. ભારત ગણતંત્ર દિવસ તા 26 જાન્યુઆરીના રોજ આન, બાન અને શાનથી ઉજવે છે. ગણતંત્ર દિવસની ઉજવણી અંગે રસપ્રદ વિગતો જોતા આ દિન વિશેષ અતિથિની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવે છે.
આવનાર તા 26મીએ ભારત 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. જે નિમીત્તે ભવ્ય પરેડનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ નિહાળવા ખાસ અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્ષ 1950થી આ પરંપરા ચાલતી આવી છે. જૉકે 1958 બાદ ચીનના કોઇ અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ગણતંત્ર દિવસની ઉજવણીમાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષા મંત્રી અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહે છે. જેમની ઉપસ્થિતિમાં દેશની તાકાત, સમૃદ્ધિ અને સંસ્કૃતિ દર્શાવતા વિવિઘ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવે છે. પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ પહેલા અતિથિ હતા જેમણે ભારતની ગણતંત્ર દિવસની પરેડ નિહાળી હતી. જૉકે 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966, 1967 અને 1970ની ઉજવણી માં કોઇ અતિથિ ઉપસ્થિત રહ્યા ન હતા.
ગણતંત્ર દિવસે અતિથિ તરીકે સૌથી વધુ વખત એશિયા, યુરોપ અને આફ્રિકાથી મહાનુભવો આવ્યા હતા. જૉકે સૌથી વધુ વખત ફ્રાંસના અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભૂતાનના મહાનુભવો ચાર વખત, મોરિશિયસના મહાનુભવો ત્રણ વખત ઉપસ્થિત રહ્યા હતા.